3317_49
( દિપીકા અને પ્રિયંકાની ફાઇલ તસવીર )

દિપીકા જેવા ચીક્સ માટે ગર્લ્સ કરાવે છે સર્જરી
હેલ્થ વર્કશોપમાં સિટીના પ્લાસ્ટીક સર્જન ડો. સિધ્ધાર્થ સખિયાએ પ્લાસ્ટીક સર્જરી વિશે આપ્યું પ્રેઝન્ટેશન

‘દિપીકા પદુકોણ જેવા ચીક્સ જોઇએ છે, તમે કરી આપશો?’ આવા સવાલ સાથે છોકરીઓ ક્લીનિકમાં એન્ટર થાય છે અને દિપીકા જેવા ચીક્સ માટે સર્જરીની ડેઇટ લઇને ક્લીનિકમાંથી બહાર નીકળે છે.’ હેલ્થ વર્કશોપમાં સિટીના જાણીતા પ્લાસ્ટીક સર્જન ડો. સિધ્ધાર્થ સખિયાએ આ વાત કહી હતી. એમણે કહ્યું કે, ‘પોતાના લુક માટે કોન્સિયસ છોકરીઓ હવે બોલીવુડ એક્ટ્રેસ જેવા ચીક્સ, નોઝ, લીપ્સ અને ચહેરો મેળવવા માટે જુદી જુદી સર્જરીઓ કરાવી રહી છે.

દિપીકા પદુકોણ જેવા ચીક્સ, આલિયા ભટ્ટ જેવા લુક્સ, પ્રિયંકા ચોપરા જેવું નાક અને અનુષ્કા શર્મા જેવા લિપ્સની ડિમાન્ડ સૌથી વધારે હોય છે. આ વર્કશોપમાં સિધ્ધાર્થ સખિયાએ ડિફ્રન્ટ ટાઈપ્સની પ્લાસ્ટીક સર્જરી વિશે માહિ‌તી આપી હતી. સિટીભાસ્કરે ડો. સિધ્ધાર્થ સખિયા પાસેથી ખૂબસુરતી માટે સિટી ગર્લ્સ કઇ કઇ કોસ્મેટિક સર્જરી કરાવે છે એ વિશે માહિ‌તી મેળવી હતી.
સુરતી છોકરીઓને જોઇએ છે પ્રિયંકા જેવું નાક- અનુષ્કા જેવા લિપ્સ દિપીકા જેવા ચીક્સ

છેલ્લા ૧ વર્ષમાં ૪૦૦૦ સુરતી છોકરીઓએ દિપીકા જેવા ચીક્સ માટે સર્જરી કરાવી છે.

ડિમ્પલ ચીક સર્જરી : ચીક પર જે ભાગે ડિમ્પલ ક્રીએટ કરવાના હોય ત્યાં અંદરના ભાગેથી મસલ્સની વચ્ચે ગેપ ક્રીએટ કરાય છે અને એને સ્કીન સાથે સ્ટીચ કરી દેવાય છે. આ સર્જરી અડધા કલાકની જ હોય છે અને પેઇનલેસ હોય છે. જે રિવર્સેબલ પણ છે.
પ્રિયંકા જેવું નાક

છેલ્લા એક વર્ષમાં ૧૦ હજાર સુરતી છોકરીઓએ પ્રિયંકા ચોપરા જેવું નાક મેળવવા માટે નોઝ સર્જરી કરાવી છે.

નોઝ સર્જરી : જેમનું નાક ઉપરથી ઉપસેલું હોય એના નાકમાંથી ફેટ કાઢી લઇ નાકને નોર્મલ લુક આપવામાં આવે છે. કોઇનું નાક પોપટની ચાંચ જેમ વળેલું હોય તો પેરોટ બીકનોઝ સર્જરી કરાવાય છે. આ સર્જરી પરમેનન્ટ હોય છે.

અનુષ્કા જેવા લિપ્સ

૬ મહિ‌નામાં પ૦૦૦ સુરતી છોકરીઓએ અનુષ્કા જેવા લીપ્સની માટે સર્જરી કરાવી છે

લીપ સર્જરી : બે પ્રકારે થાય છે. લિપ એનલાર્જમેન્ટમાં પેટ-બટ્ થાઇમાંથી ફેટ લઇ હોઠના અંદરના ભાગે ઇન્જેક્ટ કરાય છે, જેની ઇફેક્ટ છથી સાત મહિ‌ના રહે છે. જ્યારે લિપ રિડકશન સર્જરીમાં હોઠ મોટા હોય તો એને નાના કરી શેઇપ અપાય છે.

મેરેજ પહેલા ખૂબસુરતી માટે તો કોલેજમાં ન્યૂ લુક માટે કરાવાય છે સર્જરી.

Write a comment:

*

Your email address will not be published.